Saturday, 16 January 2016

રેવન્યુ તલાટી : ગુજરાતી સાહિત્ય

૧. નીચેનામાંથી કઇ પંકિત નરસિંહ મહેતાની નથી?
      (અ)”ભોળી રે ભરવાડણ .......”     (બ)”જાગને જાદવા.......”      
      (ક)”સુખ દુ:ખ મનમાં........”            (ડ)“મેરે તો ગિરધર ગોપાલ.......”
૨. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે?
      (અ)”જાગીને જોઉં તો જગત દીસે નહિ” – નરસિંહ મહેતા
      (બ)”ઓ વાંસલડી વેરણ થઇ લાગી રે વ્રજની નારને” – મીરાંબાઇ
      (ક)”શોભા સલૂણા શ્યામની” – દયારામ   
      (ડ)”ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના” – નિષ્કુળાનંદ 
૩. “મારું વનરાવન છે રૂડું, વૈકુંઠ નહિ રે આવું” – આ પંકિત કોની છે?
      (અ)મીરાં              (બ)દયારામ             (ક)નરસિંહ મહેતા                      (ડ)અખો
૪. “મેરે તો ગિરધર ગોપાલ દુસરો ન કોઇ”– આ પંકિત કોની છે?
      (અ)મીરાં               (બ)કબીર                   (ક)દયારામ                             (ડ)પ્રેમાનંદ
૫. ઓછું પાત્ર ને અદકું ભણયો, વઢકણી વહુએ દીકરો જણ્યો - આ પંકિત કોની છે?
      (અ)મીરાં               (બ)દયારામ             (ક)નરસિંહ મહેતા                   (ડ)અખો
૬. “વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઇ” – કોની પંકિત છે?
      (અ)પાનબાઇ        (બ)દયારામ              (ક)મીરાં                                 (ડ)ગંગાસતી
૭. ”હરિનો મારગ છે સૂરાનો, નહિ કાયરનું કામ જોને” - કોની પંકિત છે?
      (અ)નરહરિ             (બ)પ્રીતમ              (ક) ભોજો ભગત                      (ડ)ભાલણ
૮. ”ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે તે શૂર” - કોની પંકિત છે?
      (અ)દયારામ          (બ)અખો                 (ક)નર્મદ                                   (ડ)દેવાનંદ સ્વામી
૯. “હળવે હળવે હરજી મારા મંદિરિયે આવ્યા રે” - કોની પંકિત છે?
      (અ)નરસિંહ મહેતા   (બ)દયારામ          (ક)પ્રીતમ                               (ડ)દલપતરામ 
૧૦. “મેરુ ડગે પણ જેના મન નો ડગે” - કોની પંકિત છે?
      (અ)પાનબાઇ          (બ)નર્મદ                (ક)ગંગાસતી                          (ડ)શામળભટૃ

No comments:

Post a Comment