Thursday, 7 January 2016

રેવન્યુ તલાટી : ગુજરાતી વ્યાકરણ : સમાનાર્થી



1. નિચેનામાંથી કયો શબ્દ સુરજનો સમાનાર્થી નથી ?
    (અ)મિહિર      (બ) તિગ્માંશુ   (ક) ભાસ્કર     (ડ) હિમાંશુ
2. નિચેનામાંથી કયો શબ્દ ધૂળનો સમાનાર્થી નથી ?
    (અ) વેણુ       (બ) રેણુ         (ક) રજ        (ડ) રેતી
3. કયો શબ્દ ઘોડાનો પર્યાય નથી ?
    (અ) હય       (બ) તોખાર    (ક) કુંજ        (ડ) અશ્વ
4. કયો શબ્દ દુનિયાનો પર્યાય નથી?
    (અ) આલમ    (બ) ખલક     (ક) ભવન      (ડ) ભુવન
5. કયો શબ્દ ધરતીનો  પર્યાય નથી ?
    (અ)અવનિ     (બ) ધાત્રી      (ક) ઇલા       (ડ) ધરણી
6. કયો શબ્દ રાતનો પર્યાય નથી?
    (અ)સંધ્યા      (બ) શર્વરી     (ક) વિભાવરી  (ડ) નિશા
7. કયું જોડકું ખોટું છે ?
    (અ) પ્રજ્ઞા - બુદ્ધિ       (બ) અબ્ધિ - દરિયો    (ક) કામણ - કાર્ય           (ડ) ભયંકર-કરાલ
8. વાદળનો પર્યાય શબ્દ કયો છે ?
    (અ)નીરદ      (બ) પય       (ક) અંબુ       (ડ) સલિલ
9. ઘામ શબ્દનો પર્યાય શબ્દ કયો છે ?
    (અ) ઉકળાટ   (બ) તીર્થ      (ક) સ્થળ       (ડ) તાપ
10. કયો શબ્દ કમળનો પર્યાય નથી?
    (અ) સુમન     (બ) સરોજ     (ક) રાજીવ     (ડ) અંબુજ

No comments:

Post a Comment