Wednesday, 16 July 2014

current affairs gpsc

બ્રાઝિલના પરાજયે સોશિયલ મીડિયાના તમામ રેકોર્ડ તોડ્યા
જર્મનીના હાથે ફીફા વિશ્વ કપ સેમિફાઇનલમાં બ્રાઝિલની શરમજનક હાર સોશિયલ મીડિયામાં સંપૂર્ણ રીતે છવાયેલી રહી જેણે ટ્વિટર અને ફેસબુક પર કોઈ રમત પ્રવૃત્તિને લગતા તમામ રેકોર્ડ તોડી નાખ્યા.
ભારતમાં સેવા ક્ષેત્ર બીજું સૌથી મોટું ઉભરતું ક્ષેત્ર
ભારતમાં વર્ષ 2001 થી 2002 ની વચ્ચે સેવા ક્ષેત્ર સૌથી મોટા ક્ષેત્ર તરીકે ઊભરી આવ્યું છે. જે મિશ્રિત વાર્ષિક વૃદ્ધિ દર 9% છે, જે ચીનમાં 10.9% થી થોડો ઓછો છે.
2013 માં બળાત્કારના 33707 કેસ, મધ્યપ્રદેશ ટોચ પર
ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજુએ રાજ્યસભાને જણાવ્યું કે સમગ્ર દેશમાં 2013 માં બળાત્કારના 33707 કેસ નોંધાયા. બળાત્કારના કિસ્સાઓમાં મઘ્યપ્રદેશ પ્રથમ ક્રમે રહ્યું.
યુ ટ્યુબે ટાટા ડોકોમો સાથે જોડાણ કર્યું
યુ ટ્યુબે ટાટા ડોકોમો સાથે જોડાણ કર્યુ છે. આ જોડાણ હેઠળ ટેલિકોમ સર્વિસ કંપનીના 3G પ્રીપેઇડ ગ્રાહક 9 રૂપિયામાં ઓનલાઈન વીડિયો જોઈ શકશે.
અવકાશમાં જીવીત રહેવામાં સક્ષમ વોટર બીયરની શોધ
જીવ વૈજ્ઞાનિકોએ એન્ટાર્કટિકામાં અંતરિક્ષમાં જીવીત રહેવા સક્ષમ વોટરબીયરની શોધ કરી. વોટર બીયર તીવ્ર ગરમી, સખત ઠંડી અને ભારે દબાણમાં ટકી રહેવા માટે સક્ષમ છે. આ અત્યાર સુધી જ્ઞાત સૌથી સખત જીવ માનવામાં છે.
સાનિયા મિર્ઝા WTA ની ડબલ રેંન્કિંગમાં પાંચમા સ્થાને પહોંચી
ભારતની ટોચની ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા WTA ની ડબલ રેંન્કિંગમાં પાંચમા સ્થાને પહોંચી. આ તેની કરિયરનું શ્રેષ્ઠ રેન્કિંગ છે.
અમેરિકામાં બની વિશ્વની સૌથી ઊંચી વોટર સ્લાઇડ
અમેરિકામાં વિશ્વની સૌથી ઊંચી વોટર સ્લાઇડ : શ્લીટરબાન કેન્સાસ સિટી વોટરપાર્ક બનાવવામાં આવી. તે 168 ફૂટ ઊંચી છે.
લઘુત્તમ એક હજાર રૂપિયા પેન્શન આપવાના પ્રસ્તાવને મંજૂરી

કેન્દ્રિય શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા EPFO હેઠળ આવતા સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માટે લઘુત્તમ 1000 રૂપિયા પેન્શન આપવાની દરખાસ્તને મંજૂરી. આ પેન્શન યોજના 1 એપ્રિલ 2014 થી અમલમાં આવશે.

No comments:

Post a Comment